


મોરબીમાં મોહરમ પર્વમાં કોમી એકતા અને ભાઇચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં રાધેશ્યામ યુવા ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી તાજીયા દરમિયાન ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવે છે. અને હિંદુ ભાઈઓ પણ તહેવારમાં ઉત્સાહપૂર્ણ રીતે સહભાગી બની રહ્યા છે
મુસ્લિમ બિરાદરો તાજીયા ઝુલાસ શાહિદે આલમની યાદમાં યોજે છે તે ઝૂલસ શહેરના નહેરુ ગેટ ચોકથી લઈને નાની બજાર વિસ્તાર સુધી ફરે છે અને તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાય છે ત્યારે તેઓને ચા પાણી ની વ્યવસ્થા પુરી પાડવા માટે ઠેર ઠેર છબીલ ગોઠવવામાં આવે છે જેમાં હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે તાજીયાના ઝૂલસ દરમિયાન રાધેશ્યામ યુવા ગૃપ દ્વારા દરબાર ગઢ નજીક સ્વામિનારાયણ મંદિર સામે ચા પાણી ની છબીલ રાખવામાં આવે છે અને તાજીયા ઝૂલસમાં જોડાયેલ તમામ મુસ્લિમ બિરાદરો આ છબીલ લાભ લે છે.