મોરબીના જલારામ મંદીર ખાતે સર્વજ્ઞાતિય અન્નક્ષેત્રની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી તથા વેશભુષા સ્પર્ધા યોજાશે

મોરબીમાં વિવિધ પ્રકાર ની માનવ સેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદીર દ્વારા જલારામ જયંતિ ના દીવસ થી દરરોજ સાંજે સર્વજ્ઞાતિય મહાપ્રસાદ ની વ્યવસ્થા શરૂ કરવા મા આવી છે. જેમા દરરોજ આશરે ૨૫૦ થી ૩૦૦ લોકો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આ અન્નક્ષેત્ર ને આગામી તા-૨૭-૧૦-૨૦૧૭ શુક્રવાર ના રોજ એક વર્ષ પૂર્ણ થતુ હોય જેની ઉજવણી કરવાનુ આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત સાંજે ૫ કલાકે ૫ થી ૧૫ વર્ષ ના સર્વ જ્ઞાતિય બાળકો માટે વેશભુષા સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યું છે. જેમા બાળકો એ પૂજ્ય જલારામ બાપા, વીરબાઇ મા, હરીરામ બાપા, ભોજલ રામ બાપા સહીત ના કોઇ પણ સાધુસંતો નો વેશ ધારણ કરવાનો રહેશે. જેમા પ્રથમ ત્રણ ક્રમાંક મેળવવાર સ્પર્ધકો ને ભવ્ય ઈનામો તેમજ દરેક સ્પર્ધકો ને આશ્વાસન ઈનામ આપવામા આવશે. સ્પર્ધા મા ભાગ લેવા ઈચ્છુક સર્વજ્ઞાતિય ભક્તજનો એ રાજુભાઈ ગણાત્રા-૯૯૨૫૪૬૫૮૭૩ પર સંપર્ક કરી નામ નોંધાવવાનુ રહેશે. આ સ્પર્ધામા નોંધણી વિનામુલ્યે કરવા મા આવશે તથા સ્પર્ધા સંપન્ન થયા બાદ સર્વજ્ઞાતિય મહાપ્રસાદ યોજાશે.

Comments
Loading...
WhatsApp chat