Billboard ad 1150*250 Billboard ad 1150*250

ભારતીય મઝદૂર સંઘ મોરબી દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી

ભારતીય મઝદૂર સંઘ મોરબી દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવેલ જેમાં નેશનલ હાઈવે ટીંબડી પાસેના એન.સી. સેવન પાણી પુરવઠા બોર્ડના સંપના કમ્પાઉન્ડમાં પર્યાવરણ દિવસના ભાગરૂપે વૃક્ષો જેવા કે લીમડા, ગુલમોર, વડ, પીપળા, આમલી જેવા રોપાઓ પાણી પુરવઠા બોર્ડ મોરબીના અધિકારી મગનભાઈ રાઠોડના હસ્તે વાવવામાં આવેલ અને રોપનું વિતરણ કરવામાં આવેલ

વૃક્ષારોપણ અને રોપાના વિતરણ ઉપરાંત પત્રીકા વિતરણ કરીને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવેલ આ કાર્યક્રમનો ઉદેશ રાજસ્થાનના ખજેડી ગામમાં ઇસ ૧૭૩૦ ના ૨૮ ઓગસ્ટના રોજ રાજાના આદેશથી વૃક્ષોનો નાશ કરાઈ રહ્યો હોય અને વીરાંગના અમૃતાદેવી અને તેની સાથેના ૩૬૩ લોકોએ વૃક્ષો બચાવવા બાથ ભીડાવેલ જેને વૃક્ષો સાથે કાપી નાખવામાં આવેલ

આં આ દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવણી ૨૮ ઓગસ્ટનાં રોજ વધુ વૃક્ષો વાવી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશભાઈ દવે, મનોજભાઈ અનંત, વિક્રમસિંહ, ભરતભાઈ પરમાર, ભરત જાદવ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી તેમજ જીલ્લા મંત્રી અમરશીભાઈ પટેલની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat