મોરબીના ગુરુવારે મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી

મોરબીના મહાપ્રભુજીની બેઠક ખાતે ગુરુવારે વિવિધ દર્શન, ઝાંખી અને રાજભોગ જેવા યોજાશે.આ તકે દરેક વૈષ્ણવ સમાજને પધારવા યાદીમાં જણાવ્યું છે.

પુષ્ટિ માર્ગના પરમ આરાધ્ય વિશ્નવાનર વીભુના ૫૪૧ માં પ્રગટ્ય મહોત્સવની ગુજરાત ભરમાં ઉજવણી કરવામાં આવશે.ભારતભરની ૮૪ બેઠકમાની એક એવી મોરબીની પ્રાચીન બેઠકમાં ચૈત્ર વદ ૧૧ તા.૧૨ ને ગુરુવારે મહાપ્રભુજીના પ્રગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.જેમાં સવારના ૭ વાગ્યે મંગલા દર્શનની ઝાંખી અને ઝારીજી ચરણસ્પર્શ જે બપોરના ૧ વાગ્યા સુધી ચાલશે, ગીરીરાજ સ્નાન સવારના ૭:૩૦, શુંગાર દર્શનની ઝાંખી સવારના ૮:૩૦ કલાકે, રાજભોગ દર્શનની ઝાંખી બપોરના ૧ કલાકે થશે.તેમજ બપોરના ૩:૩૦ કલાકે નંદ મહોત્સવ તથા સાંજના ૬:૩૦ કલાકે તિલક દર્શન થસે.તો સમસ્ત વૈષ્ણવ સમાજને પધારવા મહાપ્રભુજીની બેઠક મોરબીની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat