


શ્રી મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ દેવનો ૩૯ મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે જેમાં તા. ૧૮ ને રવિવારે દરિયાલાલ મંદિર, દરિયાલાલ મંદિર વાળી શેરી, નહેરુ ગેઇટ મોરબી ખાતે વિવિધ ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
દરિયાલાલ દેવ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી સંદર્ભે તા. ૧૮ ને રવિવારે સવારે ૬ થી ૭ કલાકે આરતી, બાદમાં દરિયાલાલ પ્રભુનું પૂજન, સવારે ૦૮ : ૩૦ થી ૯ કલાકે રામાયણ પ્રવર્ચન અને સવારે ૦૯ : ૩૦ થી બપોરે ૩ કલાકે વરુણ યજ્ઞ તથા શ્રીફળ હોમાશે. તે ઉપરાંત સાંજે ૬ થી ૦૯ : ૩૦ કલાકે દશાશ્રી માળી વણિક જ્ઞાતિ વાડીએ સમૂહભોજન યોજાશે. દરિયાલાલ દેવ પ્રાગટ્ય મહોત્સવમાં દરેક ધર્મપ્રેમી જનતાએ પધારવા સમિતિના પ્રમુખ ઘનશ્યામભાઈ જોબનપુત્રાએ આમંત્રણ પાઠવ્યું છે. તે ઉપરાંત માળીયાના વાઘરવા ગામે પણ દરિયાદેવ પ્રાગટ્ય મહોત્સવ નિમિતે ધાર્મિક મહોત્સવ ઉજવાશે

