રામાનંદી સાઘુ સમાજ દ્વારા શરદોત્સવની ઉજવણી

નવલા નોરતાની પુર્ણાહુતી બાદ શરદપુનમમાં પણ રાસ ગરબાની રમઝટ જામતી હોય છે જેમાં સમસ્ત રામાનંદી સાધુ સમાજ મોરબી દ્વારા તા. ૦૪ ને બુધવારના રોજ બોયઝ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ જેઈલ રોડ મોરબી ખાતે રાસ ગરબાનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. જેમાં મોરબી, માળિયા અને ટંકારામાં વસતા રામાનંદી સાધુ સમાજના જ્ઞાતિજનોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે દરેક ભાઈઓ અને બહેનોએ પોતાનું આઈડી પ્રૂફ સાથે રાખવા તેમજ અગાઉ નામ નોંધાવવા માટે રામાનંદ ભવન રામઘાટ પાસે, બજરંગ સાયકલ  જેઈલ રોડ મોરબી, રામાનંદ ટ્રાવેલ્સ વિજય ટોકીઝ પાસે, બહુચર મોબાઈલ નવા બસ સ્ટેન્ડ રોડ, ઉમિયા પાર્ક સોસાયટી સાર્વજનિક પ્લોટ પાસે, વાવડી રોડ અને દિનેશભાઈ નિમાવત, કુબેરનગર નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat