Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંપન્ન

દર શ્રાવણી પૂનમના દિવસે સંસ્કૃતભારતી દ્વારા સમગ્ર ભારત અને વિશ્વમાં સંસ્કૃત દિવસ તરીકે ઉજવાય છે. તે અંતર્ગત મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે શ્રાવણી પૂનમ પૂર્વે 6 દિવસ એટલે કે તા.21 થી 25 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી

સંસ્કૃત સપ્તાહની ઉજવણીના અંતિમ દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં ગીતાઅધ્યાય, શ્ર્લોક પઠન, વદતું સંસ્કૃતમ, વકૃતવ વગેરે સ્પર્ધાનું આયોજન થયું. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્કૃત ભારતી મોરબીના સહસંયોજક મયુરભાઈ શુક્લ, ઉષાબેન પંડ્યા અને હિરેનભાઈ રાવલ હાજર રહ્યા હતા.

આ તકે સંસ્કૃત ભારતી મોરબી જિલ્લા સંયોજક અને શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આભાર સાથે અભિનંદન પાઠવ્યા છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat