



ભાઈ બહેનના પવિત્ર પ્રેમના બંધન સમાન રક્ષાબંધન પર્વ નિમિતે મોરબી અને ટંકારાની શાળા કોલેજોમાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ રાખડી બાંધી હતી તો શાળાઓમાં રાખડી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી
મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ, પ્રભાબેન પટેલ બી.એડ. તથા લો કોલેજ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિતે રાખડી સ્પર્ધા યોજાઈ હતી અને તેમજ રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી.જે અંતર્ગત રાખડી સ્પર્ધા યોજાઈ હતી. ત્યારબાદ પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી હતી. જેમા વિદ્યાર્થી બહેનો એ ભાઈઓ ને રાખડી બાંધી ભાઈ-બહેન ના પવિત્ર સંબંધ ને જીવંત રાખ્યો હતો.
જયારે નીલકંઠ વિદ્યાલય પીપળીયા ચાર રસ્તા દ્વારા એક ભાઈ બહેનનો પ્રેમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જયારે ટંકારાની લાઈફ લીંકસ વિદ્યાલયમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે રાખડી સ્પર્ધા યોજવામાં આવી હતી જે સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી તો સામાકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિરમાં પણ પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ પરિવારે રાખડી બાંધી ઉજવણી કરી હતી



