


મોરબીમાં રાજાશાહી વખતના પ્રાચીન એવા નીલકંઠ મહાદેવ મંદિરના ૫૧૮ માં પાટોત્સવ નિમિતે આજે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા
મોરબીના પાડા પુલ નજીક સ્થિત સ્વયંભુ શ્રી નીલકંઠ મહાદેવનો ૫૧૮ મો પાટોત્સવ આજે શ્રદ્ધાપૂર્ણ અને ભક્તિભાવથી ઉજવાયો હતો જેમાં સવારે લઘુરુદ્ર પૂજન અને ધજાજી પૂજન અને ધજાજી આરોહણ સહિતની ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને શંકર આશ્રામ ખાતેના નીલકંઠ મહાદેવ મંદિરે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેને સફળ બનાવવા મંદિરના મહંત પરિવારે જહેમત ઉઠાવી હતી