Billboard ad 1150*250

હળવદમાં કિન્નર સમાજ દ્વારા બહુચર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવરંગ માંડવો યોજાયો

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ગુજરાત ભરના કિન્નર સમાજ ના કિન્નરો પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવરંગા માંડવા ના રૂડા પ્રસંગમાં ઉમટી પડ્યા,

Post ad 2
Post ad 3

હળવદ ખાતે કિન્નર સમાજ દ્વારા બહુચર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા તથા નવરંગ માંડવો નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતભરમાંથી k
કિન્નરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા,આ પ્રસંગે નવચંડી યજ્ઞ માતાજીનો નવરંગ માંડવો તથા માહ પ્રસાદ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ, ધામધુમપુર્વક કુળદેવી શ્રી બહુચર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસીય ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો ,સુરેખાદે કસીસદે હળવદ વાળા એ લાંબી દેરી ભવાની નગર હળવદ ખાતે બહુચર માનો મઢ બનાવ્યો હતો

જેમાં માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા તથા નવરંગ માંડવો નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શબનમદે સુરેખાદે, કરીસ્માદે સુરેખાદે, તુલસીદે, પુજાદે, પાયલ દે, તેમજ હળવદ ના ભુમીદે, શીવાની દે, સંગીતા દે વગેરે ઉપસ્થિત રહ્યાં હતા, આ પ્રસંગે ભુવા ગોરધનભાઈ ખીમજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને રાવળદેવ રાજુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા બે દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું સમગ્ર શહેરમાં કે ડીજે ના તાલે માતાજી નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat