Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં જુદી-જુદી સસ્થાઓ દ્વારા શહીદ દિનની ઉજવણી

મોરબીમાં જુદી-જુદી સંસ્થાઓ દ્વારા દ્વારા આજે શહિદ દિન નિમિતે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં વિવિધ શાળાના બાળકો જોડાયા હતા. રેલીએ શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને ભારત માતાની જય અને શહીદી અમર રહોના નારા ગુંજાવ્યા હતા.

આજ રોજ શહિદ દિન નિમિત્તે શહેરભરમાં જુદી-જુદી સંસ્થાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.ત્યારે મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ,બજરંગ દળ, શિવ સેના, હિંદુ સેના દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સ્મૃતિ રેલી કાઢીને શહીદ ભગતસિંહની પ્રતિમાને હાર-તોરા કર્યા હતા.તેમજ વિવિધ શાળાઓના બાળકો પણ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. રેલી ભારત માતાની જય ના નારા સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી.

શહીદ સ્મૃતિ રેલીમાં બાળકોએ વિવિધ ટેબ્લો બનાવીને રજુ કર્યા હતા. ઉપરાંત બાળકોએ શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના પાત્રો ભજવ્યા હતા.આ પાત્રો રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રેલીમાં મોરબીના રાષ્ટ્ર ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા

Comments
Loading...
WhatsApp chat