Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના જૈન દેરાસરમાં ૧૪ ચાંદીના સ્વપ્નોની ઉછામણી મહોત્સવની ઉજવણી

જૈન સમાજ દ્વારા દરબારગઢ ખાતેના જૈન દેરાસરમાં ભગવાન મહાવીરના માતા ત્રિશલા દેવીના ચૌદ ચાંદીના સ્વપ્નોની ઉછામણી કરવામાં આવી હતી. આ ઉછામણીમાં થનાર આવક જૈન દેરાસરો બનાવવામાં તથા તેમના જીણોધારમાં વાપરવાની જાહેરાત કરવામાં આવી હતી તો આજે લરવ નિમિતે જૈનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
. જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્યુષણ પર્વ મહોત્સવ અંતર્ગત મોરબી સમસ્ત જૈન સાંજ દ્વારા દરબારગઢ પાસે આવેલા જૈન દેરાસર ખાતે 14 ચાંદીના સ્વપ્નોની ઉછામણી ના કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન મહાવીરના માતા ત્રિશલા દેવીને 14 સ્વપ્ન આવ્યા હતા ત્યારે ધાર્મિક પરંપરા અનુસાર ત્રિશલા માતાના 14 ચાંદીના સ્વપ્નની ઉછામણી કરવામાં આવી છે. જેમાં સાધ્વીજી વિનયરત્ન મહારાજ સાહેબની નિશ્રામાં ત્રિશલા માતાને આવેલ કેસરી સિંહ ,લક્ષ્મીજી,રત્નોના ઢગલા સહિતના 14 ચાંદીના સ્વપ્નોની એક પછી એક ઉછામણી કરાઈ હતી

જયારે મોરબી સ્થાનિકવાસી જૈન યુવક મંડળ દ્વારા પયૂર્ષણ પર્વ દરમિયાન જૈન બહેનોને રસોઈ બનાવામાંથી મુક્તિ મળે અને તેઓ તપમાં વધુ ધ્યાન આપી શકે તે માટે મોરબીમાં પ્રથમ વખત તારીખ 6 થી 12 સુધી સંઘ જમણનું પણ વિશેષ આયોજન કરાયું છે.

Comments
Loading...
WhatsApp chat