Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના જૈન દેરાસરમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી

મોરબી જૈન તપગચ્છ સંઘ સંચાલિત શ્રી રીલીફનગર જૈન દેરાસર ખાતે ભગવાન મહાવીર સ્વામીની શીતળ છત્રછાયામાં ચૈત્ર સુદ ૧૩ ને તા. ૨૯ ના રોજ રાત્રીના નવ કલાકથી પરંપરા મુજબ મહાવીર જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

રીલીફનગર જૈન દેરાસર કમિટી દ્વારા રીલીફનગર જૈન દેરાસર લાલબાગ સામાકાંઠે મોરબી ૨ ખાતે રાત્રીના નવ કલાકથી મહોત્સવની ઉજવણી શરુ થશે જેમાં પ્રસિદ્ધ સંગીતકાર ભાવેશ દોશી અને તેની ટીમ દ્વારા ભક્તિ સંગીત સાથે મધ્ય રાત્રીના ૧૨ કલાકે પ્રભુજીના જન્મોત્સવની ઉજવણી કરાશે. ધાર્મિક મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાએ પધારવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

 

Comments
Loading...
WhatsApp chat