Billboard ad 1150*250 Billboard ad 1150*250

જીલ્લા ભાજપ પ્રમુખના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહની ઉજવણી, video

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભાગવત કથા ઉપરાંત વિવિધ ધાર્મિક મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે સપ્તાહ દરમિયાન કપિલ ભગવાન પ્રાગટ્ય, નૃસિંહ પ્રાગટ્ય, વામન જન્મ અને રાંદલ ઉત્સવ તેમજ ગાયત્રી યજ્ઞ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા

તો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરી રહ્યા છે તેમજ વિવિધ ધાર્મિક મહોત્સવની શ્રદ્ધાભાવથી ભક્તિ કરવામાં આવી રહી છે ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાના સ્નેહીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો અને ધર્મપ્રેમી જનતા કથાનું રસપાન કરવામાં મગ્ન બન્યા છે અને આજે  સપ્તાહની પુર્ણાહુતી કરવામાં આવશે

 

 

Comments
Loading...
WhatsApp chat