

મોરબી શહેરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે જેમાં આજે વિવિધ સ્થળોએ ગણપતિ મહારાજને છપ્પન ભોગનો થાળ ધરવામાં આવ્યો હતો જે દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો
રવાપર રોડ પર નરસંગ મંદિર પાછળ આવેલ શકિત સોસાયટીમાં યુવા ગૃપ દ્વારા સતત સાત વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવના સાતમા દિવસે ભગવાનને છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો. આ તકે આસપાસની તમામ સોસાયટીના સભ્યો મોટા પ્રમાણમાં હાજર રહી છપ્પન ભોગના દર્શન કર્યા હતા. તેમજ ભગવાનને થાળ અર્પણ કર્યો હતો.
મોરબીના ગ્રીન ચોક નજીક આવેલા ઘંટીયાપા વિસ્તારમાં ઘંટીયાપા મિત્ર મંડળ આયોજિત ગણપતિ મહોત્સવમાં આજે ગણપતિ દાદાને છપ્પન ભોગ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો અને ભક્તોએ છપ્પન ભોગ દર્શનનો લ્હાવો લીધો હતો
મોરબીના વાવડી ચોકડી પાસે ખરીવાડી કા મહારાજાનું આયોજન ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે જેમાં દરરોજ હજારો ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે ગ્રુપના ૩૦ સભ્યો જહેમત ઉઠાવીને આયોજનને સફળ બનાવી રહ્યા છે