Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારતીય પરંપરા અનુસાર ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી

આજે ફ્રેન્ડશીપ ડે નિમિતે યુવાનોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો ત્યારે મોરબી ઇન્ડિયન લાયોન્સ ક્લબ દ્વારા ભારતીય પરંપરા અનુસાર ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવામાં આવી હતી

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આજે એ ડીવીઝન પોલીસ મથકના પોલીસ જવાનો સાથે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જોકે ફ્રેન્ડશીપ બેલ્ટના સ્થળે ભારતીય પરંપરામાં જેનું મહત્વ છે તે નાલાછળીનો દોરો બાંધીને ફ્રેન્ડશીપ ડે ઉજવાયો હતો એ ડીવીઝન પીઆઈ આર.જે. ચૌધરી, પીએસઆઈ શુક્લ સહિતના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઇન્ડિયન લાયોનેસ કલબના પ્રમુખ શોભાનાબા ઝાલા, ઉપપ્રમુખ પ્રીતિબહેન દેસાઈ, સેક્રેટરી શેતલબા જાડેજા સહિતના લાયોનેસ કલબના સભ્યો જોડાયા હતા

Comments
Loading...
WhatsApp chat