૫ મી જુન-૨૦૨૧ પર્યાવરણ દિવસ ની ઉજવણી તથા બંગાવળી ગામે ઓક્સિજન પાર્કનુ નિર્માંણ

ઓકિસજન પાર્ક બંગાવડી ગામે ૩૦૦૦ વૃક્ષોનુ વાવેતર કરેલ છે. ખરા અર્થ માં પર્યાવરણ ના જગત ની જરૂરીયાતને ધ્યાન મા લઈ ને જાગ્રૂત નાગરીકો દ્વારા ભવ્ય આયોજન કરવામા આવેલ છે. ઓકિસજન પાર્ક મા ૩૦૦૦ વૃક્ષોનુ વાવેતર કરેલ છે. જેમા ઘટાદાર વૃક્ષો ,ફુલો વાળા વૃક્ષો , ઔષધિય વનસ્પતિ અને અનેક જાતના ફળો આપતા વૃક્ષો અને ૫૦ જાતીના અલગ અલગ વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામા આવેલ છે.

મોરબી માં રહેતા અને વતનપ્રેમી ઉધોગપતી દ્રારા ભારે જહમત લીઘી.૨૫ વિધા જમીનમાં ફરતે ફેન્સીંગ કરીને ૧૦ લાખના ખર્ચે જમીન લેવલ કરવામા આવી હતી અને આ કાર્યને સફળ બનાવવા માટે બંગાવડી ના ઉધોગપતી પ્રફૂલભાઈ દેત્રોજા , અમ્રુતભાઈ દેત્રોજા, દામજીભાઈ દેત્રોજા , માવજીભાઈ દલસાણીયા , ગણેશભાઈ દેત્રોજા , વિનોદભાઈ દેત્રોજા અને રણછોડભાઈ મેંદપરા દ્વારા ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ

આ કાર્યકમ માં યુવા ટીમ માં યુવાનો દ્વારા તન મન અને ધન થી મહેનત કરનાર કાર્યકરો જેમાં ઠાકરશીભાઈ , વિરજીભાઈ , દિનેશભાઈ , છગનભાઈ , નાનજીભાઈ , શીવાભાઈ , યોગેશભાઈ , જીગ્નેશભાઈ , અશ્વિનભાઈ, નીથીતભાઈ, પ્રગ્નેશભાઈ, શીવાલાલ, હરીભાઈ, ભરતભાઈ, અશોકભાઈ વગેરે યુવાનો એ સહયોગ આપેલ છે. તેમજ બંગાવડી ગામના ગૌ-માતા યુવક મંડળ ના ભરપુર સહયોગ મળેલ હતો.
આ કાર્યા ના સ્વપ્ન દ્રષ્ટા એવા પરેશભાઈ દેત્રોજા, અરવિંદભાઈ દેત્રોજા, રસીકભાઈ દેત્રોજા, વસંતભાઈ દેત્રોજા, પ્રકાશભાઈ દેત્રાજા એ રાત-દીવસ જોયા વગર એક મહીના સુધી ઘણી જ મહેનત કરીને આ કાર્ય ને પાર પાડયું હતું. આ કાર્ય માં ગામના સરપંચ જીગ્નેશભાઈ , ઉપ સરપંચ કૃષ્ણસિંહ જાડેજા , ગામના આચાર્ય અમુભાઈ , રમેશસાહેબ તેમજ પ્રવિણસિંહ ઝાલા નો ખૂબ સહકાર મળેલ છે.

સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રાંત અધિકારી ઝાલા, ટંકારા મામલતદાર સહિતના અગ્રણીઓએ ઓક્સીજન પાર્કની મુલાકાત લીધી હતી

Comments
Loading...
WhatsApp chat