Billboard ad 1150*250

વન વિભાગ અને ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી

0 87
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

          વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબી જીલ્લા વન વિભાગ અને ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, ન્યુ ઓમ શાંતિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

          જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા રેલી યોજાઈ હતી અને સમાજના લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે પ્રેરણાદાયી સુત્રો, હવાનું પ્રદુષણ અટકાવવું, વધુ વૃક્ષો વાવવા, પાણી બચાવો, જીવ સૃષ્ટિ બચાવવી વગેરે પર્યાવરણ જાણવણી માટેના સંકલ્પો કરવાનો સંદેશ આપવામાં આવેલ  

          રેલી પૂર્ણ થયા બાદ મોરબી જીલ્લા વન વિભાગના ખાવડીયા સાહેબ તેમજ ગોહિલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અંગે વક્તવ્ય આપેલ અને સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલે વિદ્યાર્થીઓને જીવનમાં પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરણાદાયી વિચારો પ્રદાન કરી અને પર્યાવરણ જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું આ તકે મોરબી વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, અને શાળાના ટ્રસ્ટી, આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat