Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતીની ઉજવણી, પ્રતિમાને દૂધ અભિષેક

યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ કરી ઉજવણી

દેશની આઝાદી માટે પ્રાણોની આહુતિ આપનાર વીર સપુત શહીદ ભગતસિંહની જન્મજયંતી નિમિતે મોરબીમાં ઉજવણી કરાઈ હતી જેમાં ભગતસિંહની પ્રતિમાને દૂધ અભિષેક અને હારતોરા કરી વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી

માં ભારતીના વીર સપુત શહીદ ભગતસિંહના જન્મદિવસ નિમિતે મોરબીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગાંધી ચોક ખાતેની ભગતસિંહની પ્રતિમાને દુષ અભિષેક કરીને ફૂલહાર કરી વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ સંસ્થાના યુવાનોએ શહીદ ભગતસિંહની જન્મ જયંતી ઉજવી મોરબીવાસીઓને મીઠાઈ વહેંચી હતી તેમજ ભગતસિંહ અમર રહોના નારા લગાવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat