


મોરબીના સંજય કેટરર્સવાળા સંજયભાઈ સેઠ પરિવાર દ્વારા તા. તા. ૨૧ થી ૨૭ દરમિયાન ઓમ પાર્ટી પ્લોટ, રવાપર રોડ મોરબી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં સપ્તાહ સુધી કથા શ્રવણ ઉપરાંત નરસિંહ પ્રાગટ્ય, વામન અવતાર, રામ અવતાર, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, સુંદરકાંડના પથ, હનુમાન ચાલીસા તેમજ ભક્તિ સંગીત અને ગરબાની રમઝટ સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્ણ માહોલમાં ભાગવત સપ્તાહની ઉજવણી પૂર્ણ કરવામાં આવી છે. કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.