મોરબીમાં આન બાન અને શાન સાથે ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, VIDEO

માળિયામાં કલેકટરણા હસ્તે જીલ્લા કક્ષાની ઉજવણી

આજે દેશના ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન બાન અને શાનથી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી માળિયા ખાતે કરવામાં આવી હતી માળિયા ખાતે જીલ્લા કક્ષાની ઉજવણીમાં જીલ્લા કલેકટરના હસ્તે તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવેલ આ પ્રસંગે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ કલેકટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા

આ પ્રસંગે સરકારના વિવિધ વિકાસકાર્યો અને યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તો હળવદ તાલુકાને વિકાસ કાર્યો માટે ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી તો વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારી અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એસઓજીના પોલીસ કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા હતા

તે ઉપરાંત મોરબીના જેઈલ રોડ પરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અધિક કલેકટર કેતન જોષીના હસ્તે ધ્વજવંદન તેમજ નાની વાવડી ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી મોરબીની નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ કેતન વીલપરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ અને ઉત્સાહભેર પર્વની ઉજવણી કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat