


જેતપર ગામે આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિર જર્જરિત હાલતમાં હોય જેનું રીનોવેશન કરી નવું બનાવવાનું કામ પૂર્ણ થયા બાદ આગામી તા. ૨૧ થી ત્રણ દિવસીય પુનઃ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.
જેતપર ગામે પુનઃ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ દિવસીય ઉજવણીમાં તા. ૨૧ ને શનિવારના રોજ સવારે ૯ થી ૧ કલાકે અને બપોરે ૩ થી ૬ કલાકે દેહશુદ્ધિ, હેમાદ્રી શ્રવણ, જલયાત્રા અને નગરયાત્રા યોજાશે જયારે રવિવારે તા. ૨૨ ના રોજ સવારે ૯ થી ૧ કલાકે અને બપોરે ૩ થી ૬ કલાક દરમિયાન સ્થાપિત દેવતાનું પૂજન, આવાહિત દેવતાઓનો હોમ અને ૧૦૮ ઔષધી દ્વારા મૂર્તિ પર અભિષેક કરાશે
તેમજ તા. ૨૩ ને સોમવારના રોજ સવારે ૯ કલાકથી સ્થાપિત દેવતાનું પૂજન, પ્રાસાદ વાસ્તુ, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હોમ અને શ્રીફળ હોમ આરતી અને સાંજે ૪ : ૧૫ કલાકે ધર્મસભા તેમજ સાંજે ૭ કલાકે મહાપ્રસાદ યોજાશે. યજ્ઞના આચાર્યપદ પર શાસ્ત્રી ભાનુપ્રસાદ ગોર અને યજ્ઞના ઉપઆચાર્ય શાસ્ત્રી રામભાઈ અને મેહુલભાઈ રહેશે મંદિર નિર્માણના મુખ્ય દાતા અને પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞના મુખ્ય યજમાન માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા ઉપરાંત સંતો મહંતો ઉપસ્થિત રહેશે

