વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘World Environment Day’ ની ઉજવણી”

વિશ્વભર માં ૫ જુનને ‘World Environment Day’ તરીકે ઉજવવામાં આવે છે. જેમના ભાગ રૂપે વિનય ઇનટરનેશનલ સ્કૂલના બાળકો એ પણ ‘World Environment Day’ ની ઉજવણી અલગ અંદાજ માં કરી હતી.

જેની ઉજવણીમાં વિધાર્થીઓએ માનવસાંકળ દ્વારા વૃક્ષની રચના કરી હતી અને વૃક્ષ ઉગાડવા અને જતન કરવાનો સંકલ્પ કર્યો હતો અને દરેક વિધાર્થીઓએ સ્કૂલના કેમ્પસમાંથી એક વૃક્ષને દતક લઇને તેના ઉછેરની જવાબદારી લીધી હતી. આ ઉપરાંત વિધાર્થીઓએ “ Green Morbi, Clean Morbi” ના સૂત્ર ને દ્રઢપણે અપનાવા નો સંકલ્પ કર્યો હતો.

‘World Environment Day’ ની સફળતા પૂર્વક ઉજવણી કરવામાં સ્કૂલ ના આચાર્ય, શિક્ષકગણ અને વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Comments
Loading...
WhatsApp chat