Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની તપોવન સ્કૂલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી, વિદ્યાર્થીઓને માર્ગદર્શન

તારીખ 2 ઓકટોબર થી તારીખ 8 ઓકટોબર સુધીના સપ્તાહને ભારત સરકાર દ્વારા વન્યપ્રાણી સપ્તાહ તરીકે ઊજવવાનુ નક્કી કરેલુ છે જે અંતગર્ત તપોવન વિદ્યાલય મોરબી દ્રારા 6 ઓકટોબર વન્યપ્રાણી દિવસે વિ.ડી બાલા (નિવૃત ચીફ ફોરેસ્ટર- હિંગોળગઢ જસદણ) અને મારુતિ સાહેબ (મયુર નેચર ક્લબ ના સ્થાપક) બંને મહાનુભવોએ વન્યપ્રાણીજગતથી વિદ્યાર્થીઓને માહીતગાર કર્યા અને સમજ આપી કે વન્યજીવો આપણા દુશ્મન નહી મિત્રો છે

જંગલોની વનસ્પતિ અનેક રીતે ઉપયોગી છે જેની સમજ આપી વિદ્યાર્થીઓ માં વૃક્ષો, વન્યજીવો પ્રત્યે પ્રેમ જગાડયો જેના માટે વન્યજીવોની દિનચર્યા સાથે વન્યજીવોની અનેકવિધ પ્રવૃત્તિઓ સમજાવી તથા વૃક્ષોને વન્યજીવોને પ્રેમ આપવો પ્રકૃતિનુ સ્પંદન જાળવવાની માહીતીથી વિદ્યાર્થીઓને માહીતગાર કર્યા જે બદલ તપોવન વિદ્યાલય-મોરબીના ચેરમન અશોકભાઇ રંગપરીયા તથા આચાર્ય નરેશભાઇ સાણજા શાળા પરીવાર વતી મહાનુભાવોનો આભાર વ્યકત કરે છે.

Comments
Loading...
WhatsApp chat