મોરબીના રવાપર ગામે તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી

ભગવાન શાલીગ્રામની જાન, ફૂલેકું સહિતના પ્રસંગોની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરી

મોરબીના રવાપર ગામે સમસ્ત ગામ દ્વારા તા. ૨૧ થી ૨૪ દરમિયાન વિધિવત રીતે ભગવાન શાલીગ્રામ અને તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગ્નની વધામણી, મંડપ રોપણ, માટી મુર્હત, ગોતીડો, મહાપ્રસાદ અને ભગવાન શાલીગ્રામનું ફૂલેકું ધમધમથી ઉજવાયું હતું યજમાન ગોપાલભાઈ કાસુન્દ્રાના નિવાસસ્થાનેથી ફૂલેકું યોજાયું હતું

જે સમગ્ર રવાપર ગામમાં ફર્યું હતું તેમજ મોરબીના ખાખરેચી ગામે તુલસી શ્યામ મંડળના તુલસી સાથે ભગવાન શાલીગ્રામની લગ્નવિધિ યોજાઈ હતી અબીલ ગુલાલની છોડો વચ્ચે વાહનોના કાફલા સાથે જાન પ્રસ્થાન થઇ હતી અને બાદમાં હસ્તમેળાપ, સામૈયા સહિતની વિધિ યોજાઈ હતી અને લગ્નની વિધિ ધામધૂમથી કરવામાં આવી હતી તુલસી વિવાહ પ્રસંગને નિહાળવા હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને અભિભૂત થયા હતા

Comments
Loading...
WhatsApp chat