Billboard ad 1150*250 Billboard ad 1150*250

મહિલા સશકિતકરણ પખવાડીયા ઉજવણી સંદર્ભે ’’મહિલા શિક્ષણ દિવસ’’ થીમ હેઠળ ઉજવણી કરાઇ

રાજય સરકાર દ્વારા મહિલા સશકિતકરણ ઉજવણી સંદર્ભે આજરોજ ’’મહિલા શિક્ષણ દિવસ’’ થીમ હેઠળ ટાઉન હોલ ખાતે થયેલ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ જિલ્લાની ઉપસ્થિત રહેલ શિક્ષિકા બહેનો જણાવ્યું હતું કે,આદર્શ સમાજ માટે શિક્ષણ અનિવાર્ય પાસુ છે. શિક્ષણ થકી જ સમાજનું ઉત્થાન થાય છે. તેમણે બહેનોને ફરજ નિષ્ઠાની સાથે શિક્ષણ આપવાના સમાજ ઉત્થાનનાકાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ પ્રસંગોચિત વ્યકતવ્ય આપ્યું હતું. તેમજ આ પ્રસંગે નાયબ કલેકટર દમંયતીબેન બારોટે મહિલા સશકિતકરણ, સ્વાવલંબન અને શિક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપી માહિતગાર કર્યા હતાં, જિલ્લા રમતગમત અધિકારીએ રમત ગમત વિશે ઉપસ્થિત બહેનોને વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે, જિલ્લા તિજોરી અધિકારી કિર્તિબા વાઘેલા, મહિલા પોલીસ સ્ટેશન પી.આઇ અર્ચનાબેન રાવલ તથા જિલ્લાના અધિકારીઓ અને શિક્ષિકા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

Comments
Loading...
WhatsApp chat