મોરબીમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી, તડામાર તૈયારી

જન્માષ્ટમી અંગે બુધવારે બેઠક યોજાશે

વિશ્વ હિંદુ પરિષદ મોરબી શાખા દ્વારા દર વર્ષની જેમ જન્માષ્ટમી મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે જેમાં વિવિધ સંગઠનો દ્વારા મટકીફોડ, રાસ ગરબાની રમઝટ જામશે અને અંગ કસરતનાં દાવ કરવામાં આવશે

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા તા. ૦૩ ને સોમવારના રોજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે જે શોભાયાત્રા સ્ટેશન રોડ પરના જડેશ્વર મહાદેવ મંદિરથી શરુ કરીને સુભાષ રોડ, પરા બજાર, નવાડેલા રોડ, સાવસર પ્લોટ, રામચોક, રવાપર રોડ અને નહેરુ ગેઇટ ચોક સહિતના વિસ્તારોમાં ફરીને દરબાર ગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે જેમાં ૨૦ થી વધુ સ્થળોએ મટકીફોડ કરવામાં આવશે તો વિવિધ સંગઠનના યુવાનો અંગ કસરત, વ્યાયામ ઉપરાંત રાસ ગરબાની રમઝટ જામશે અબીલ ગુલાલની છોડો વચ્ચે વાજતે ગાજતે વિવિધ ફલોટસના શણગાર સાથે શોભાયાત્રા યોજવામાં આવશે

શોભાયાત્રામાં વિશ્વ હિંદુ પરિષદ ઉપરાંત બજરંગદળ, દુર્ગાવાહિની, જલારામ મંદિર, શિવ સેના, શ્યામ મિત્ર મંડળ, અર્જુન સેના સહિતના સંગઠનો જોડાશે અને ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા વિવિધ સંગઠનના કાર્યકરો ધજા-પતાકા લગાવી જન્માષ્ટમીની શાનદાર ઉજવણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે

બુધવારે જાહેર મીટીંગ યોજાશે

જન્માષ્ટમી મહોત્સવને સફળ બનાવવા માટે તા. ૨૯ ને બુધવારના રોજ રાત્રીના ૯ કલાકે હરિહર અન્નક્ષેત્ર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે જાહેર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સંગઠનના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા વિશ્વ હિંદુ પરિષદનાં અધ્યક્ષની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat