

દેશના સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાંન સાથે ઉજવણી કરવામાં આવનાર હોય જે ઉજવણીની તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો મોરબી જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહનું આયોજન માળીયા ખાતે કરવામાં આવ્યું છે જ્યાં જિલ્લા કલેકટર આર.જે માકડીયાના હસ્તે તિરંગો લહેરાવી ધ્વજવંદન કરાશે
તે ઉપરાંત મોરબીના જેઈલ રોડ પરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અધિક કલેકટર કેતન જોષીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે આ ટકે વિવિધ સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને યોગના કાર્યક્રમો રજૂ કરાશે તો શૌર્યગાથા વર્ણવતા કાર્યક્રમો યોજાશે મોરબીના નાની વાવડી ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજવામાં આવશે જેમાં મોરબીના મામલતદારના હસ્તેધ્વજ વંદન કરવામાં આવશે તે ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાશે
તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને નાની વાવડી ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો હોંશભેર ધ્વજવંદન સમારોહની ઉજવણી કરવા સજ્જ બન્યા છે મોરબીની નગરપાલિકા કચેરીએ સવારે 10 કલાકે પાલિકા પ્રમુખ કેતન વીલપરાના હસ્તે તિરંગો લહેરાવાશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં દરેક નાગરિકોએ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે