રામચરિત માનસ જ્ઞાનયજ્ઞમાં રામવિવાહ પ્રસંગની ઉજવણી

મોરધ્વજ મિત્ર મંડળ પરિવાર દ્વારા મોરબીની માધાણી શેરીમાં આવેલ મોરધ્વજ હનુમાનજી મંદિર “ ચિત્રકૂટ ધામ” ખાતે તા. ૨૫ થી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના જાણીતા સુખરામબાપુ રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. રામકથા દરમિયાન આવતા વિવિધ ધાર્મિક ઉત્સવ જેવા કે રામ પરિવાર વંદના, શિવ ચરિત્ર શિવ વિવાહ, રામ જન્મ, રામ વનવાસ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં રામ વિવાહ પ્રસંગની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રીરામના વિવાહ પ્રસંગને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના લગ્ન પ્રસંગને માણીને ધન્યતા અનુભવી હતી. રામકથા આગામી તા. ૦૨ સુધી ચાલશે જેમાં આગામી દિવસોમાં રામ વનવાસ, ભરત મિલાપ, શબરી પ્રસંગ અને હનુમંત ચરિત્ર જેવા પ્રસંગો ઉજવવામાં આવશે અને કથા પુર્ણાહુતી સાથે પોથીયાત્રા યોજવામાં આવશે. રામ ચરિત માનસ જ્ઞાન યજ્ઞનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકોએ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat