Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી, ભૂદેવોએ સમૂહ જનોઈ ધારણ કરી

ક્રાંતિકારી સેનાએ પોલીસ જવાનોને મીઠાઈ આપી

આજે ભાઈ બહેનના અતુટ પ્રેમના બંધન સમાન રક્ષાબંધન પર્વની મોરબીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને લોકોએ હર્ષોલ્લાસ સાથે પર્વને ઉજવ્યો હતો

આજે રક્ષાબંધનના પર્વ નિમિતે મોરબી શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તો સવારથી લોકો બજારમાં નીકળી પડતા ટ્રાફિકના દ્રશ્યો પણ અનેક સ્થળે સર્જાયા હતા બહેનોએ પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી હતી તો આજે શ્રાવણી પૂર્ણિમાના પર્વે ભૂદેવોએ સમૂહ જનોઈ ધારણ કરી હતી ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ ભૂદેવોએ સમૂહ જનોઈ ધારણ કરી હતી

જયારે હમેશા કઈક પ્રેરણાદાયી કરવા માટે પંકાયેલી ક્રાંતિકારી સેનાએ રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરી હતી સતત નાગરિકોની સેવા અને સુરક્ષા માટે તૈનાત રહેતા પોલીસ જવાનોને મીઠાઈ ભેટ આપીને પર્વને ઉજવ્યો હતો ટ્રાફિકના જવાનોને મીઠાઈ આપી પર્વની શુભકામનાઓ પાઠવી હતી

Comments
Loading...
WhatsApp chat