


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસની મોરબી યુથ કોંગ્રેસ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ હતી.
મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ૪૮ માં જન્મદિવસ પ્રસંગે મોરબીના પાટીદાર હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ ૧૦ અને ૧૨ માં ૬૦ ટકાથી વધુ ગુણ મેળવનાર કુલ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા
વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવવા જીલ્લા યુથ કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજા, નીતિનભાઈ નાયકપરા, અલ્પેશભાઈ કોઠીયા, પ્રશાંતભાઈ આહીર, મનીષભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને આબિદભાઈ ગઢવારા સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી

