



મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાજેતરમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ અને નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લાની ૨૦ શાળાના બાળકોએ ભાગ લીધો હતો
નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલમાં જીલ્લાની વિવિધ શાળાની કુલ ૨૦૬ ટીમના ૨૦૧ વિદ્યાથીઓએ ભાગ લીધો હતો જયારે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં કુલ ૨૦ ટીમો અને ૩૫ વિદ્યાર્થીઓએ પોતાના સંશાધનો રજુ કર્યા હતા આ સેમીનારમાં ભાગ લેતી બધી જ શાળાઓના શિક્ષક મિત્રો અને બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે તેમ સંસ્થાના એલ.એમ. ભટ્ટ અને દીપેન ભટ્ટની યાદી જણાવે છે



