

મોરબીમાં છેલ્લા ૧૫ વર્ષથી વિદ્યાર્થી જીવન ઘડતરમાં અગ્રેસર પી જી પટેલ કોલેજ આ વર્ષે દિવાળી અને નૂતન વર્ષની અનોખી ઉજવણી કચ્છમાં તૈનાત ભારતીય સૈન્યના વીર જવાનો સાથે કરશે
દીપાવલીનું પર્વ દેશવાસીઓ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવી સકે તે માટે દેશના સૈનિકો સરહદ પર તૈનાત રહે છે ત્યારે દેશના વીર જવાનોને ૧૦૦૦ કિલોથી વધુ મીઠાઈ અર્પણ કરીને દીપાવલીમાં કુટુંબ અને વતનથી દુર રહી સરહદોની રખેવાળી કરતા જાવાનોને સ્નેહ સમર્પિત કરવાનું પ્રેરણાદાયી વિચાર કરી દીપાવલીની અનોખી ઉજવણી કરવામાં આવશે
પી જી પટેલ કોલજ અને લીઓ ક્લબના મેમ્બરો લોકભાગીદારીથી આ પ્રેરણાદાયી કાર્ય કરવા ઉત્સુક હોય જેથી કોલેજના પ્રિન્સીપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ મો ૯૮૯૮૨ ૮૮૭૭૭ અને લીઓ ક્લબના પ્રેસિડેન્ટ તીર્થ ફળદુ મો ૯૯૦૯૮ ૫૬૭૪૮ પર સંપર્ક કરીને વિદ્યાર્થીઓ આં કાર્યમાં ઉદાર હાથે ફાળો આપે તેવી અપીલ પણ કરવામાં આવી છે



