



મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધા તા. ૩ અને ૪ ઓક્ટોબર બે દિવસ ચાલી હતી. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષા એ વિજયી બની જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના શિક્ષણઅધિકારી બી.એન.દવે વિશેષ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તથા શાળાના પ્રિન્સિપાલ નાગેન્દ્ર પાંડેએ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને બિરદાવ્યા હતા.
શાળાના શિક્ષક તથા યોગ નિરીક્ષક અર્જુન ઠાકરે સ્પર્ધામાં ભાગ લીધેલા બાળકો તથા બધાજ કાર્યકર્તાઓ નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અન્ય શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આમંત્રિત મહેમાનોએ શાળા દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓને વખાણી હતી.



