૪૧ સ્થળે નિદાન કેમ્પ યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

મોરબી આરોગ્ય શાખાએ કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

હાલ વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે ત્યારે રાજકીય, સામાજિક નેતાઓ અને સરકારી અધિકારીઓ ઉજવણી કરી રહ્યા છે જેમાં મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્વારા વડા પ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે ૪૧ જેટલા મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યા હતા.

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જીલ્લામાં જુદી-જુદી આરોગ્યની ૪૧ સંસ્થાઓમાં રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૩૪૫૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને તેમાંથી ૧૨૭૦ જેટલા દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ ૪૯ જેટલા લાભાર્થીઓને સંદર્ભ સેવા માટે મોકલવામાં આવ્યા હતા તથા આરોગ્યની વિવિધ યોજનાઓ વિષે જાણકારી આપવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat