મોરબીના વિપ્ર પરિવારે વૃદ્ધાની અંતિમયાત્રા વાજતે ગાજતે યોજી

મોરબીના રહેવાસી વૃધ્ધાનું તાજેતરમાં બીમારી સબબ અવસાન થયું હોય જે વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા મુજબ પરિવારે તેમની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢી હતી અને મૃત્યુ જે અનિવાર્ય સત્ય છે તેને પ્રસંગ તરીકે ઉજવીને અન્યોને પણ પ્રેરણા પુરી પાડી હતી

મોરબીમાં વસવાટ કરતા વાસંતીબેન રમેશચંદ્ર જાની નામના 90 વર્ષીય વૃદ્ધાનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું જોકે વૃદ્ધા જીવિત હોય ત્યારે જ પોતાના સંતાનોને અંતિમ ઈચ્છા જણાવી હતી કે તેમના મૃત્યુ પર કોઈ આંસુ ના સારે ત્યારે પુત્ર પણ માતાને વચન આપેલું કે તમારી અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢીશું અને બધાને હરખથી જમાડીશું અને માતાએ બીમારી ને પગલે ફાની દુનિયાને તાજેતરમાં અલવિદા કહી હોય

જેની અંતિમ યાત્રા પુત્ર શ્રવણ સમાન પુત્ર યોગેશભાઈએ વાજતે ગાજતે કાઢી હતી બેન્ડ બાજા સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી અને માતાની અંતિમયાત્રા કાઢી માતાના અગ્નિ સંસ્કાર કર્યા હતા ત્યારે આ પુત્રએ માતાની અનોખી અંતિમયાત્રા યોજીને અન્યને પણ પ્રેરણા પુરી પાડી છે તેમજ મૃત્યુના પ્રસંગને પણ આ રીતે ઉજવી શકાય છે તે અંગેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Comments
Loading...
WhatsApp chat