માળિયાના વાઘરવા ગામના સરપંચે વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી

મોરબી જીલ્લામાં વૃક્ષારોપણ અંગે જાગૃતિ વધી રહી છે અને વૃક્ષારોપણ પ્રવૃતિઓ વેગ પકડી રહી છે જેમાં આજે માળિયાના વાઘરવા ગામના સરપંચે જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ દ્વારા કરીને પ્રેરણા પૂરી પાડી છે

ઓદ્યોગિક નગરી મોરબીમાં સામાજિક જવાબદારીઓ પ્રત્યેની સભાનતા વધી રહી છે અને હવે જન્મદિવસ જેવા શુભ પ્રસંગોની ઉજવણી વૃક્ષારોપણ,ગરીબોને સહાય કરીને કરવાનો અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં આજે માળિયા તાલુકાના વાઘરવા ગ્રામ પંચાયતના સરપંચ કુલદીપસિંહ જાડેજાનો જન્મદિવસ હોય જે પ્રસંગે તેમને ગામમાં તેમજ રોડ પર ૧૦૧ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું વૃક્ષારોપણ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ બચાવવાની અપીલ કરી હતી અને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat