


આજે ૨૧ સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશલ પીસ ડે નિમિતે મોરબીની ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાંતિનો સંદેશ ફેલાવવા માટે ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના ભૂલકાઓ સફેદ પરિધાનમાં સજ્જ થયા હતા તે ઉપરાંત સફેદ બલૂન મારફત શાંતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. ભૂલકાઓએ રેલી સ્વરૂપે નીકળીને શહેરીજનોને શાંતિનો સંદેશ આપ્યો હતો. શાળા પરિવાર અને સ્કૂલના બાળકોના અનેરા પ્રયાસને સંસ્થાના ટ્રસ્ટી સુમંત પટેલે બિરદાવી તમામને અભિનંદન પાઠવ્યા હતા.