Billboard ad 1150*250

મોરબીના નરસંગ ટેકરી પાસે ૫૦ લાખના ખર્ચે સીસી રોડ મંજુર કરાયો

0 1,204

મોરબીના રવાપર રોડ પર નરસંગ મંદિર પાસે ટ્રાફિકના સતત ભારણ અને હેવી વાહનોની અવરજવરને ધ્યાને લઈને સાંસદ મોહનભાઈ કુંડારિયાએ નરસંગ મંદિર પાસે સીસીરોડની નાયબ મુખ્યમંત્રી પાસે માંગણી કરતા રોડ માટે રૂ ૫૦ લાખ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મંજુર કર્યા છે

નવા વર્ષના પ્રારંભે જ ભાજપ સરકારે મોરબીની જનતાને ભેટ આપી છે મંજુર કરાયેલ સીસીરોડને સ્પર્શતી મોરબી-માળિયા વિધાનસભા હેઠળની સોસાયટીના રહીશોએ પૂર્વ જીલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, નવોદિત ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને નવા વરાયેલા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સમક્ષ કરવામાં આવેલી રૂ ૫૦ લાખના ખર્ચે સીસીરોડ મંજુર કરતા આસપાસની સોસાયટીમાં આનંદની લાગણી જોવા મળે છે

મોરબી નગરપાલિકા અને જીલ્લા પંચાયતની હદના ત્રિભેટે રસ્તો મંજુર કરાયો છે જેનું કામ તાકીદે માર્ગ મકાન દ્વારા હાથ ધરીને પૂરું કરવામાં આવશે જે વિકાસકાર્યને મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા અને તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાએ પણ આવકાર્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat