સાવચેતી જરૂરી : મોરબી જીલ્લામાં કોરોનાના ૨૬૫ કેસ પોઝીટીવ નોંધાયા

 

મોરબી જીલ્લામાં કોરોનાના કેસનો આંક સતત વધી રહ્યું છે જેમાં બુધવારે ૨૬૫ કેસ પોઝીટીવ નોંધાયા છે તો ૧૦૨ લોકો સાજા થયા છે

 

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં બુધવારે કુલ ૨૬૫ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબી તાલુકામાં ૨૧૦ માં ગ્રામ્ય વિસ્તારમાં ૮૮ અને ૧૨૨ શહેરમાં, વાંકાનેર તાલુકામાં ૧૮ જેમાં ૯-૯ ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ કેસ પોઝીટીવ નોંધાયા છે , ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ કેસ તો માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૮ કેસ પોઝીટીવ નોંધાયા છે જેથી એક્ટીવ કેસની સંખ્યા ૧૦૪૭ પર પહોચી છે

 

તેમજ મોરબી જીલ્લામાં આજે ૧૦૨ લોકો સાજા થયા છે તો બુધવારના રોજ ૧૭૫૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat