


મોરબીમાં સિરામિક એકમો દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું હોય અને તાજેતરમાં લખધીરપુર રોડ પર કદડો ઠાલવવા ગયેલા ઇસમોને ગ્રામજનોએ પકડ્યા બાદ આ મામલે એકમના માલિક અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ મથક કિર્તીસિંહ જાડેજાએ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા ૨૭ ના રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટેન્કર નંબર જીઆરપી ૬૨૨૫ ટેન્કરમાં ૯૫૦૦ લીટર ઝેરી ગંદુ પાણી ભરીને મોનાલ લેમિનેટ કારખાના પાસેના ખાડામાં ગેસી ફાયર પ્લાન્ટમાંથી નીકળતું ઝેરી ગંદુ પાણી ખાલી કરી ટેન્કર ચાલક પોલીસને જોઇને નાસી છૂટ્યો હતો અને પોલીસે ૩ લાખનું ટેન્કર કબજે કર્યું છે તો ટેન્કરના ચાલક તેમજ એકમના માલિક સામે પ્રદુષણ ફેલાવવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે