મોરબીમાં સ્વ-સહાય જૂથ માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરાયું

 

 

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને ૨૨મી જૂનના રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ યોજાનાર છે.

દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને આયોજન ૨૨ મી જૂનના રોજ સવારે ૧૦ કલાકે કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઇ પડસુંબીયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat