ટંકારા-રાજકોટ હાઈવે પર કાર રોડ નીચે ઉતરી, ૨ ને ઈજા

ટંકારા રાજકોટ હાઈવે પર કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કર રોડ નીચે ઉતરી ગઈ હતી જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં રેસકોર્સ રોડ પર રહેતા આભાબહેન ચંદુભા પરમાર હ્યુન્ડાઈ આઈ ૧૦ ગાડીમાં ટંકારા રાજકોટ હાઈવે પર જતા હોય દરમિયન ખાદીયાર મંદિર નજીક પહોચતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડ નીચે ઉતરી ગઈ અને કારમાં બેઠેલ આભાબહેન તથા સાહેદને ઈજા થઇ હતી.જે મામલે આભાબહેન પરમારે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

Comments
Loading...
WhatsApp chat