વાંકાનેર બાઉન્ડ્રી નજીક કારે બાઈકને ઠોકરે ચડાવ્યું, આધેડને બંને પગમાં ઈજા

 

        વાંકાનેર બાઉન્ડ્રી નજીક કારના ચાલકે બાઈક સવારને ઠોકર મારતા બાઈક સવાર આધેડને બંને પગમાં ફેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હોય જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

        સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના વતની વશરામભાઈ વસ્તાભાઈ વાઢેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અર્તીકા કાર નં જીજે ૦૩ કેસી ૧૬૩૭ ના ચાલક રોહિતભાઈ રાજેશભાઈ રહે. રાજકોટ વાળાએ પોતાની કર પુરઝડપે ચલાવી ફરિયાદી પોતાનું મોટરસાયકલ નં જીજે ૧૩ એસ ૬૫૮૨ લઈને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી જતા હોય ત્યારે પાછળથી કાર ભટકાવી બાઈક સવાર ફંગોળાઈ ગયા હતા જે અકસ્માતમાં આધેડને બંને પગમાં ફેકચર જેવી ઈજા પહોંચી છે. પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat