પાક્વીમાં યોજનામાં ક્રોપ કટિંગમાં ગેરરીતી આચરી વીમા કંપનીનું નફો કમાવવાનું કારસ્તાન

ગુજરાત કિશાન સંગઠને હળવદ પોલીસમાં કરી લેખિત અરજી છેતરપીંડી સબબ ગુન્હો નોંધવા અને કાયદેસર કાર્યવાહીની માંગ

 

હળવદ તાલુકામાં તાજેતરમાં વીમા કંપની દ્વારા ક્રોપ કટિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે ક્રોપ કટિંગમાં ગેરરીતી આચરવામાં આવી હોય અને ખેડૂતોને પાયમાલ કરી કંપનીને નફો કમાવી દેવાના કારસ્તાનથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને કિશાન સંગઠને પોલીસમાં લેખિત અરજી કરીને ધોરણસરની કાર્યવાહી માટેની માંગ કરી છે

 

ગુજરાત કિશાન સંગઠન સુરેન્દ્રનગર જીલ્લાના પ્રમુખ રતનસિંહ વજુભાઈ ડોડીયાએ હળવદ પોલીસ મથકના પીએસઆઈને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદ તાલુકામાં ઘનશ્યામપુર ગામે ગત તા. ૨૬-૦૯ ના રોજ દલવાડી ભગવાનભાઈ ખીમાભાઈના સર્વે નંબર ૯૫૫ માં યુનિવર્સલ સોમ્પો કંપનીના અધિકારી રવિભાઈ કાપડિયા, ઝોનલ હેડ જેનો મોબાઈલ નંબર ૯૫૧૨૦ ૨૨૧૬૦ અને શ્રેયશભાઈ જેનો મો. નં ૭૪૦૦૪ ૩૪૬૦૩ અને જીલ્લા વિસ્તરણ આંકડા અધિકારી ચૌહાણ જેનો મોબાઈલ નં ૯૪૨૮૧ ૪૭૩૨૭ તેમજ યુનિવર્સલ સોમ્પો નાં કો ઓર્ડીનેટર ભરતભાઈ ચૌહાણ અને ગ્રામ સેવક જય ભાલોડીયા જેઓ ક્રોપ કટિંગ કરવા આવેલ અને તેમને ખેડૂતોને અભણ અજાણ સમજી ક્રોપ કટિંગના નિયમો નેવે મૂકી સવારે ૦૮ : ૩૦ કલાકે જાકળ વાળા વાતાવરણમાં કપાસનું ક્રોપ કટિંગ કરેલ અને કોથળી સહીત વજન કરેલ તથા ૫ X ૧૦ મીટરમાં ૩ હાર આવતી હોવા છતાં ૪ હારનું ક્રોપ કટિંગ કરેલ જેથી ૫ X ૧૦ મીટરમાં અંદાજે એક કિલો ૯૦૦ ગ્રામ જેટલું વજન એટલે પ્રતિ હેક્ટર ૩૮૦ કિલો જેટલું વધારે ઉત્પાદન બતાવેલ

 

જેથી હળવદ તાલુકામાં અંદાજે ૩૦,૦૦૦ હેક્ટરમાં ખેડૂતોએ વીમો લીધેલ હોય તો ૧,૧૪,૦૦,૦૦૦ કિલોનું વળતર ઓછું ચુકવવું પડે જેથી વીમા કંપનીને ૫૮,૧૪,૦૦,૦૦૦ ફાયદો કરાવવા માટે ક્રોપ કટિંગમાં ગેરરીતી કરી હોય અને બીજી વખત ક્રોપ કટિંગમાં તા. ૧૦-૧૦-૧૮ ના રોજ સાંજે ૪ કલાકે યુનિવર્સલ સોમ્પો ના ઝોનલ હેડ તેજસભાઈ સોની, કંપનીના ટેકનીશીયન અજીત સાવંત, કૌશિકભાઈ અને અમિતભાઈ આ ત્રણેય કંપનીના ટેકનીશીયન તથા વિસ્તરણ અધિકારી બેલાબેન તથા જીલ્લા ખેતીવાડી અધિકારી ડી બી ગજેરાની હાજરીમાં ફરી વખત ક્રોપ કટિંગ કરેલ

 

જેમાં ૫ X ૧૦ મીટરમાં પ્લોટ માપતા ત્રણ હાર સમાયેલ અને આગળના ક્રોપ કટિંગમાં જે ભૂલ કરેલ જેથી હળવદ તાલુકાના તમામ ખેડૂતોને મોટું નુકશાન જાય તેમ હોય અને વીમા કંપની યુનિવર્સલ સોમ્પોને લાગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓ કે જેઓ વીમા કંપનીને ફાયદો જ પહોંચાડી અને ખેડૂતો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય જેથી તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat