મોરબી જિલ્લા રોજગાર કચેરી ખાતે કારકિર્દી શિક્ષકોનો સેમીનાર યોજાયો

કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી અતર્ગત રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા રોજગાર વિનિમય કચેરી, મોરબી ખાતે કારકિર્દી શિક્ષકોનો સેમીનાર યોજાયો હતો

જે સેમીનારમાં કારકિર્દી માર્ગદર્શનનું મહત્વ સમજાવી વિવિધ અભ્યાસના અને નોકરીના ક્ષેત્રો અંગે વિગતે માહિતી આપેલ હતી. રોજગાર અધિકારી જોબનપુત્રાએ કેરીયર કોર્નરની વિભાવના સ્પસ્ટ કરી, કેરીયર કોર્નર શિક્ષકોએ કરવાની થતી કામગીરી અંગે છણાવટ કરેલ અને કારકીર્દીના વિવિધ વિકલ્પો જેવા કે વધુ અભ્યાસ, નોકરીની તકો, સ્વરોજગાર માટે લોન યોજનાઓ, એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનાઓ, સંરક્ષણ દળોમાં કારકિર્દી અને કાઉન્સેલીંગની પ્રક્રિયા વગેરે અંગે ચર્ચા કરી, કોર્નર શિક્ષક પણ માહિતગાર થાય અને વિદ્યાર્થીઓને માહિતિ-માર્ગદર્શન પુરું પાડે તે માટે અનુરોધ કરેલ.

માહિતી કચેરી તરફ્થી ઉપસ્થિત ફુલતરીયાએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે જનરલ નોલેજ અને અંગ્રેજીની તૈયારી પર ભાર મુકીને વિદ્યાર્થીઓ અત્યારથી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થાય તેવું વાતાવરણ સર્જવા માટે શિક્ષકોને જણાવેલ. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કારકિર્દી શિક્ષકોને “કારકિર્દી માર્ગદર્શન ૨૦૧૮ નો અંક” અને અન્ય સાહિત્યનું વિતરણ કરવામાં આવેલ અને તેનો કારકિર્દી માર્ગદર્શનમાં ઘનિષ્ઠ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકોએ તેઓના વૈવિધ્યસભર અનુભવો વર્ણવેલ હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પદ્માબેન પરમાર-કાઉંસેલર અને સુરજબેન અજાણા-કાઉન્સેલરે સંભાળેલ હતું. તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની એક યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat