


મોરબી રાજકોટ હાઈવે પર લજાઈથી ટંકારા વચ્ચેનો પટ્ટો અકસ્માત ઝોન સમાન બની ગયો છે અને આ રસ્તા પર અનેક અકસ્માતો સર્જાતા હોય છે જેમાં આજે એક કાર પલટી મારી ગઈ હતી.
ટંકારાના વીરપર નજીક આજે પસાર થતી જીજે ૩૬ એફ ૪૭૨૩ નંબરની કાર કોઈ કારણોસર પલટી ગઈ હતી જોકે કારમાં સવાર કાર ચાલકનો બચાવ થયો હતો પરંતુ લજાઈથી ટંકારા વચ્ચે અનેક અકસ્માતો બનતા હોય છે હજુ થોડા દિવસો પૂર્વે જ એક કાર પલટી ગઈ હતી તો આજે ફરીથી આવો અકસ્માત સર્જાયો છે ત્યારે વધતા અકસ્માતોના બનાવથી હાઈવે પર વાહનચાલકોમાં સતત ભયનો માહોલ જોવા મળે છે.

