Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના નગરદરવાજા નજીક કારે રાહદારીને હડફેટે લેતા ઈજા

મોરબીના નગરદરવાજા નજીક નાસ્તા ગલી સામે પગપાળા ચાલીને જતા આધેડને કાર ચાલકે હડફેટે લેતા ઈજા થઇ હોય જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરામાં રહેતા સુરેશભાઈ લાલજીભાઈ પરમાર (ઉ.૪૫)એ મોરબી નગર દરવાજા પાસે નાસ્તા ગલી સામે પગપાળા ચાલીને જતા હોય દરમિયાન ફોર વ્હીલ કાર જીજે ૩૬ એલ ૧૨૮૦ ના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવીને ફરિયાદી સુરેશભાઈના ડાબા પગના પંજા પર ચડાવી ફેકચર જેવી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat