



મોરબી જૂની આરટીઓ કચેરી નજીકના પુલ ઉપર રાત્રીના એક અર્ટિગા કાર અચાનક સળગી ઉઠી હતી. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.વાહન ચાલકોને મુશ્કેલનો સામનો કરવો પડ્યો હતો
મોરબી બાયપાસ પાસે જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ-3 ઉપરના પુલ પરથી પસાર થઈ રહેલી અર્ટિગા કાર અચાનક સળગી ઉઠી હતી. આ કાર જોતજોતામા બળીને ખાખ થઈ ગઈ હતી. કાર રોડની વચ્ચે જ સળગી ઉઠી હોવાથી બંને સાઈડના વાહનોને રોડ અર થંભી જવાની ફરજ પડી હતી અને ટ્રાફિકજામના દર્શ્યો જોવા મળ્યા હતા જો કે બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાની માહિતી સામે આવી હતી.

