મોરબીના કેસરબાગ નજીક 480 ગ્રામ ગાંજા સાથે મહિલા ઝડપાઇ

એસઓજી ટીમે બાતમીને આધારે ઝડપી લીધી

દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાના કારસા દુશ્મન દેશો દ્વારા રચવામાં આવી રહ્યાં છે અને બોર્ડર પરના રાજ્યોમાં નશાની હેરાફેરી મોટાપાયે કરવામાં આવી રહી છે ત્યારે ગાંજા સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટેની કવાયતમાં એસઓજી ટીમે એક મહિલાને 480 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધી છે

મોરબી જિલ્લા પોલીસવડાનની સૂચનાથી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એસઓજી ટીમને બાતમી મળી હતી કે નટરાજ ફાટક, કેશરબાગના ગેઇટ પાસેથી મદીનાબેન યુનુસભાઇ સમયપોત્રા જાતે સંધિ , ઉવ.ર૬ રહે.હસનપર તા.વાંકાનેર વળી મહિલા ગાંજાના જથ્થા સાથે પસાર થવાની હોય જે બાતમીને પગલે એસઓજી ટીમે વોચ ગોઠવી હતી અને મહિલાને ઝડપી લઈને તેની પાસેથી 480 ગ્રામ ગાંજો કિંમત રૂ ર૮૮૦ તથા રોકડ રકમ ૮૦૦ તથા પર્સ સહીત કુલ રૂ.૩૭૩૦ નો મુદામાલ જપટ્ટ કર્યો છે

થોડા સમય અગાઉ જ મોરબી એસઓજી ટીમે રામચોક નજીકથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી લીધો હતો તો ગાંજાનું છૂટક વેચાણ પણ ચાલતું હોય ઝડપાયેલી મહિલા સામે NDPS એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ ચલાવી છે ગાંજો ક્યાંથી મેળવ્યો અને કોને સપ્લાય કરવાની હતી તે દિશામાં વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat